મોરબી : મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર–વિમર્શ એવં પરામર્શ કરીને મોરબી જીલ્લા માલધારી સેલના વિવિધ હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં માલધારી સેલના સંયોજક તરીકે કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા,સહ સંયોજક તરીકે નાજાભાઈ પેથાભાઈ ભરવાડ,સભ્ય તરીકે રાજુભાઈ મૈયાભાઈ ગમારા,નીતિનભાઈ નારણભાઈ પાધરીયા,ભુપતભાઈ માંડણભાઈ પાંચીયા,રમેશભાઈ ગેલાભાઈ પાંચીયા,નવઘણભાઈ નાગજીભાઈ વકાતર,મોનાભાઈ દેવાભાઈ ખાંભરા અને ભરતભાઈ ગમારાની નિમણુંક કરવામાં આવી છે.