ICDS વિભાગ દ્વારા સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું ટંકાર : મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા -2022 ઉજવાઈ રહ્યું છે.દર રોજ અલગ-અલગ થીમ પર પ્રોગ્રામ કરવામાં આવે છે.જે અંર્તગત આજ તા.31ની થીમ ' એનિમિયા નિવારણ અને અટકાયત ' અંગે શિબિર યોજી દરેક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા -2022 અંર્તગત આજરોજ તા.31ની થીમ મુજબ ટંકાર ICDS વિભાગ દ્વારા આંગણવાડી વર્કર,હેલ્પર,આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન સાથે ટંકારા તાલુકાની દરેક સરકારી શાળામાં ' એનિમિયા નિવારણ અને અટકાયત ' થીમ પર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.શાળાના દરેક વિદ્યાર્થીને એનિમિયાના લક્ષણો અને તેના નિવારણના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.