વિજ્ઞાન પ્રવાહમાં 1481 વિદ્યાર્થીઓએ તેમજ સામાન્ય પ્રવાહમાં 524 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી મોરબી : મોરબી જિલ્લામાં ધો.12 બોર્ડની પરીક્ષામાં આજે 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને વિજ્ઞાન પ્રવાહમાં 1481 વિદ્યાર્થીઓએ તેમજ સામાન્ય પ્રવાહમાં 524 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોરબી જિલ્લામાં આજ ધો.12 બોર્ડની પરીક્ષાના બીજા પેપરમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના મળી કુલ 2021 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયના પેપરમાં જિલ્લાના 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અને કુલ 1488માંથી 1481 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહના ફિલોસોફી વિષયના પેપરમાં જિલ્લાના 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જિલ્લાના કુલ 533 માંથી 524 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, બંને પરીક્ષામાં કુલ 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.