મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ પ્લાયવુડ ફેકટરીમાં આગ લાગતા મોરબી પાલિકાના બે ફાયર ફાયટર દ્વારા પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ રેઇનબો લેમીનેટ્સ નામની પ્લાયવુડ બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના સમયે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. બાદમાં મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સતત પાંચ કલાક સુધી બે ગાડી વડે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જો કે, આગ લાગવા અંગેનું કારણ હજુ સ્પષ્ટ બન્યું નથી ત્યારે ફેકટરીના સંચાલક યશ અઘારાએ આગને કારણે મામુલી નુકશાન પહોંચ્યું હોવાનું જણાવી કોઈ જાનહાની થઈ ન હોવાનું જણાવ્યું હતું.