મોરબી : મોરબી શહેરમાં સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગરમાં રહેતા શાયનાબેન ઇસ્માઇલભાઇ ભટ્ટી ઉ.30ને પોતાના ઘરે ઇલેકટ્રીક શોક લાગતા મોરબી સરકારી હોસ્પીટલ ખાતે મૃતદેહ લાવવામાં આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.