મોરબી : આર્ટ ઓફ લિવિંગ દ્વારા વાવડી ગામમાં પહેલીવાર 4 દિવસનો હેપીનેસ યોજાયો હતો.જેમાં 51 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આર્ટ ઓફ લિવિંગ દ્વારા વાવડી ગામમાં પહેલીવાર 4 દિવસનો હેપીનેસ પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં શિક્ષક યોગેશભાઈ હીરાણીએ રવિશંકર મહારાજે આપેલ જીવન જીવવાની કળાનું જ્ઞાન આપ્યું હતું.તેમજ વિશ્વ વિખ્યાત સુદર્શન ક્રિયા દ્વારા 51 જેટલા લોકોએ દિવ્ય શાંતિ,પ્રેમ અને આંનદની અનુભૂતિ કરી હતી.જેના માટે અનિલભાઈ પડસુમ્બીયા,દિવ્યેશભાઈ પધારિયા,સચીનભાઈ મકવાણા,મહેશભાઈ પડસુમ્બીયા,દીપકભાઈ સત્યમ બેટરી વાળાએ સહયોગ આપ્યો હતો.