કોવિડ તેમજ લાઇફ સેવીંગ સીપીઆર અંગે પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાઈ મોરબી : હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન,લાઈફલાઈન ફાઉન્ડેશન બરોડા તેમજ ટેક મહિન્દ્રા ફાઉન્ડેશનના સહયોગથી આયુષ હોસ્પિટલના તબીબો માટે વર્કશોપ ફોર કોવિડ તેમજ લાઇફ સેવીંગ સીપીઆર (BLS TRAINING)નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોરોનાને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન મોરબી તરફથી તથા લાઈફલાઈન ફાઉન્ડેશન બરોડા તેમજ ટેક મહિન્દ્રા ફાઉન્ડેશનના સહયોગથી આયુષ હોસ્પિટલના તબીબો માટે કાન નાક ગળાના સર્જન ડો.હિતેશ પટેલની ઓમ હોસ્પિટલમાં વર્કશોપ ફોર કોવિડ તેમજ લાઇફ સેવીંગ સીપીઆર (BLS TRAINING)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં મોરબી જિલ્લાના હોમીઓપેથીક ડોક્ટર્સ હાજર રહ્યા હતા.આ વર્કશોપમાં નક્ષત્ર હોસ્પિટલના ડો.આકાશ સંપત,શ્રીજી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુના ડો.પિયુષ દેત્રોજા અને મંગલમ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેરના ડો.દિપક અઘારા દ્વારા કોરોનાને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.લાઈફલાઈન ફાઉન્ડેશન બરોડાના સુકાનતો દાસ અને એમની ટીમ દ્વારા હોસ્પિટલ સિવાયની જગ્યાઓ પર સીપીઆર તેમજ તેને લગતા સાધનો અને ટેકનિક વિશે ડોક્ટરોને માહિતગાર કરવામાં આવેલ હતા.તેમજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવેલ હતી.