મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર પરિવાર વચ્ચે બઘડાટી બોલી જતા સામસામે ધોકા પાઇપ વડે હુમલો થતા બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર કારીયા સોસાયટીમાં પ્લોટ ધરાવતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી આરીફભાઇ ઇસ્માઇલભાઇ દલના પ્લોટની બાજુમાં આરોપી અબ્દુલ અલારખા દલવાણી અને ઇનુસ અબ્દુલ દલવાણીનો ભંગારનો ડેલો હોય તેઓએ આરીફભાઈના પ્લોટમાં પતરા નાખતા આરીફભાઈએ પતરા કાઢી લેવાનું કહેતા અબ્દુલ અલારખા દલવાણી અને ઇનુસ અબ્દુલ દલવાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ઇમ્તયાજ કાસમભાઇ દલવાણી, હબીબ અલારખા દલવાણી, સકિલ ઉમર પીંજારા, જુનેદ ઇકબાલ કાસમાણી સાહિતનાઓએ એક સંપ કરી આરીફભાઈ તેમજ સાહેદ જાવીદભાઈ ઉપર હુમલો કરી ધોકા પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા GP Act ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે સામાપક્ષે યુનુસભાઇ અબ્દુલભાઇ દલવાણીએ આરીફભાઇ ઇસ્માઇલભાઇ દલ, ઇસ્માઇલભાઇ દલ, આરીફભાઇના પત્ની, ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ દલ, એજાજભાઇ ઇસ્માઇલભાઇ દલ અને જાવેદભાઇ સુલેમાનભાઇ દલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતું કે આરોપી આરીફભાઈએ તેના પ્લોટમાં એંઠવાડ નાખવાની કુંડી મૂકી હોય જે ખાવા માટે ઢોર આવતા હોવાથી કુંડી ઉપાડી લેવાનું કહેતા આરોપીઓએ પતરૂ આડું મુકવા કહેતા તેમને પતરા ખોડયા હોય જે હટાવવા કહી ગાળો આપી બાદમાં એક સંપ કરી તમામ આરોપીઓએ હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪, ૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.