મોરબી : મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી 41માં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સમારોહમાં વરુણ યજ્ઞ કરવામાં આવશે. રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી 41માં સમારોહનું આગામી તા.2ને શનિવારના રોજ દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિરવાળી શેરી,નહેરુ ગેઇટ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 થી 7 કલાકે દરિયાલાલ પ્રભુની આરતી,સવારે 7:30 થી 8 પૂજન,8:30 થી 9 કલાકે રામાયણ પ્રવચન તેમજ 9:30 થી 3 કલાકે વરુણ યજ્ઞ તથા શ્રીફળ હોમવામાં આવશે.વરુણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી સ્વ.કીરચંદભાઈ ગંગારામભાઇ કક્ક્ડ,અજયભાઇ કીરચંદભાઈ કક્ક્ડ અને હીનાબેન અજયભાઇ કક્ક્ડ સાતક બેસશે. દરિયાલાલ પ્રભુનો પ્રસાદ સાંજે 6 થી 7:30 કલાકે સમસ્ત લોહાણા જ્ઞાતિના બહેનો તથા મહેમાનોએ પ્રસાદ અંગીકાર કરવાનો તથા રાત્રે 7:30 થી 9:30 સુધી ભાઈઓએ પ્રસાદ લેવાનો રહેશે.જ્ઞાતિના બંધુઓ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,સવસાર પ્લોટ મેઈન રોડ શેરીમાંથી પ્રવેશ દ્વાર ખાતે પ્રસાદ લઇ શકશે.