રાજ્યમંત્રી, સાસંદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે મોરબી : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ (મયુર ડેરી- મોરબી) દ્વારા નવનિર્મિત ચિલિંગ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાશે.આ સમારોહમાં રાજ્યમંત્રી,સાસંદસભ્ય,કેબિનેટ મંત્રી,કેન્દ્રીય મંત્રી વગેરે ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ(મયુર ડેરી- મોરબી) દ્વારા નવનિર્મિત ચિલિંગ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ આગામી તા.2ને શનિવારના રોજ સવારે 10 કલાકે પંચાસર રોડ,મોરબી ખાતે યોજાશે.નવનિર્મિત ચિલિંગ સેન્ટર ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે.કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે.મુખ્ય મહેમાન તરીકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,મંત્રી દેવાભાઇ માલમ,રાજકોટના સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા અને મોરબી-કચ્છના સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડા,રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપ.બેંક લી.રાજકોટના ચેરમેન જયેશભાઇ રાદડિયા અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયા ઉપસ્થિત રહેશે.આ સમારોહ ચેરપર્સન હંસાબેન એમ.વડાવીયા,ઈન્ચાર્જ મેનેજીંગ ડિરેકટર સુમિત કુમાર અને મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.મોરબી(મયુર ડેરી-મોરબી) દ્વારા યોજાશે.