મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતા વાંકાનેરના પંચાસર ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા પંચાસર ગામના એજાજભાઇ અબ્દુલભાઇ હાલા ઉ.23નું બાઈક ડિવાઈડર સાથે અથડાતા લોખંડની ઇંગલ સાથે ભટકાતા મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.