અજાણ્યા હિન્દીભાષી બે શખ્સોએ બારણું ખખડાવી છરી ઝીકી દીધી વાંકાનેર : વાંકાનેરના જાલી ગામની સીમમાં કારખાનામાં ચોકીદારી કરતા ચોકીદારેને બે અજાણ્યા શખ્સોએ આવી બારણું ખખડાવી છરીના ઘા ઝીકી દેતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં આવેલ અમૃતમ કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા અશોકભાઇ રામજીભાઇ ગોરીયા, ઉ.32 ફરજ ઉપર હતા ત્યારે તા.24ની મોડીરાત્રે બે અજાણ્યા શખ્સોએ બારણું ખખડાવતા તેઓ બારણું ખોલવા ગયા હતા. અશોકભાઇએ બારણું ખોલતા જ બે અજાણ્યા હિન્દી ભાષી શખ્સોએ ક્યાં કર રહ હૈ કહી અશોકભાઈ કહી સમજે વિચારે તે પહેલા જ છરીનો ઘા ઝીકી દેતા લોહી લુહાણ થઈ જતા તેમના પત્નીએ સારવારમાં ખસેડયા હતા. ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બન્ને શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૧૧૪ GP act-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.