હોળીની રાત્રીએ બનેલા બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું મોરબી : મોરબી શહેરના વિશિપરા રોહિદાસપરા વિસ્તારમાં રહેતો યુવાન હોળીના દિવસે ઠેસ લાગતા સળગતી હોળીમાં પડી જતા છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.17ના રોજ મોરબીના વિશિપરામાં આવેલ રોહિદાસપરા ખાતે રહેતો વિશાલભાઇ દલપતભાઇ ચૌહાણ ઉ.25 નામનો યુવાન પોતાના ઘર પાસે સળગતી હોળી ફરતે રમતો હતો તે વખતે ઠેસ વાગતા હોળીની આગમા પડતા શરીરે દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.23ના રોજ યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.