મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી શેરી નંબર - 1મા દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વિકીભાઇ મહેશભાઇ શાહ, રહે.મોરબી વાઘપરા શેરીનં.2 વાળાને વરલી સાહિત્ય અને રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.