શેખવા અને નિમાવત પરિવાર દ્વારા બાળકોને ચોપડાનું વિતરણ તેમજ તિથિ ભોજન કરાવાયું મકનસર : પ્રેમજીનગર(મકનસર)ના પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં સ્વજનની પુણ્યતિથિ અને શહીદદિન નિમિતે શેખવા પરિવારે શાળાના બાળકોને ચોપડાનું વિતરણ કર્યું હતું.તેમજ નિમાવત પરિવારે બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું. પ્રેમજીનગર(મકનસર)ના શેખવા વેલજીભાઇ નાથુભાઈ તથા જયેશભાઇ વેલજીભાઇએ શહીહદિન નિમિતે તેમના પુત્ર અને નાનાભાઈ સ્વ.ગુલાબભાઇની પુણ્યતિથિ અને શહીદદિન નિમિતે પ્રેમજીનગર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના તમામ વિદ્યાર્થીઓને સ્વ.ગુલાબભાઇ શેખવાના ફોટાવાળા ચોપડાનું તેમના પત્ની કાજલબેન અને તેમના માતા હંસાબેનના હસ્તે ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવું હતું. ઉપરાંત ગોકુલનગર નિવાસી નિમાવત પરિવારના સ્વ.અનંતરાય પ્રાણજીવનદાસભાઈની પુત્રી વર્ષાબેન સુરેશકુમાર તથા પુત્ર રાકેશભાઈ અને કલ્પેશભાઈ નિમાવત તરફથી શહીદ દિન નિમિતે અને તેમના પિતાના સ્મરણાર્થે દરેક બાળકોને તિથિ ભોજન કરાવેલ હતું.આમ શાળામાં શહીદદિન નિમિતે પ્રેરક પ્રસંગની પહેલીવાર ગોઠવણ કરાયેલ હતી.શાળા પરિવાર વતી શેખવા પરિવાર અને નિમાવત પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો.