મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને શખ્સોને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ તથા પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યા છે.