ભાઈઓ અને બહેનોમાટેની સ્પર્ધામાં કુલ ૪૬ ટીમે ભાગ લીધેલ મોરબી : ગુજરાત સરકારના યુવક સેવા,સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા ખેલ મહાકુંભમાં મોરબી તાલુકાકક્ષાની ભાઈઓ માટેની ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૪૬ ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભમાં મોરબી તાલુકા કક્ષાની ભાઈઓ બહેનો માટેની ખો ખો સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર મુકામે યોજાયેલ હતી.જેનુ સંચાલન કનવીનર શ્રી એસ.બી.બરૈયા કર્યું હતું. જેમાં u-૧૪ વિભાગમાં ૩૨ ટીમ, u-૧૭ વિભાગમાં ૧૨ ટીમ અને ઓપન વિભાગમાં ૨ ટીમે ભાગ લઈ પોતાના શ્રેષ્ઠ કૌશલ્યોની જલક બતાવી હતી.સંપૂર્ણ સ્પર્ધા શાંતિપૂર્ણ માહોલમાં અને ખેલદિલી ભર્યા વાતાવરણમાં પૂર્ણ થયેલ હતી. જેમાં ભાઈઓમાં u- ૧૭ માં અને ઓપન વિભાગ આદર્શ નિવાસી શાળા અને u-૧૪ નવજીવન શાળા અને બહેનોમાં u-૧૪ નવજીવન અને u-૧૭ માં નવજીવન ટીમ ચેમ્પિયન બનેલ હતી.