મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર-4માં દરોડો પાડી વિદેશીદારૂની 11 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર-4માંથી તૌફિકભાઇ દાઉદભાઇ ચાનીયા, રહે.લાતી પ્લોટ શેરી નં.૧૨ મોરબી વાળાને વિદેશી દારૂ મેકડોવેલ નંબર વનની 11 બોટલ કિંમત રૂપિયા 4125 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.