જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્યએ કલેકટર અને બાંધકામ સમિતિને કરી રજુઆત મોરબી : ગઈ કાલે જ શહીદ દિવસ નિમિતે મોરબીમાં ઠેર ઠેર વિવિધ ઉજવણી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારે મોરબીના ભક્તિ નગર સર્કલ પાસે બની રહેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે દેશ ને આઝાદી અપાવવા માટે નાની ઉંમરે પોતાના પ્રાણો નું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ભક્તિ નગર સર્કલ પાસે બની રહેલ ઓવરબ્રિજને ને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા કલેકટરને રજુઆત કરવામાં આવી છે