વૃદ્ધાશ્રમમાં વડીલોનું ચરણપૂજન કરી નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જન્મદિવસ પર શુભ કાર્ય કરી જન્મદિવસને યાદગાર બનાવવા લોકો દાન કરતા હોય છે.ગરીબ બાળકોને નાસ્તા આપતા હોય છે.પરંતુ મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટીના પુત્રએ પોતાના જન્મદિવસ પર વૃદ્ધાશ્રમમાં વડીલોનું ચરણપૂજન કરી નાસ્તો કરાવી આશીર્વાદ મેળવવાની સાથે ઝૂંપડપટ્ટીના તથા શાળાના બાળકોને નાસ્તો વિતરણ કર્યો હતો. મોરબી ખાતે આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટી સંચાલક મહેશભાઈ બી.ડાભી તથા ગીતાબેનના પુત્ર દિવ્યેશે ગઈકાલે 10મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.બાળકોમાં વડીલો પ્રત્યે આદર રહે તે હેતુસર દિવ્યેશ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોનું ચરણપૂજન કરાયું હતું અને તેમને નાસ્તો તથા શોભેશ્વર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને તથા વિદ્યાલય પરિવારના બાળકોને નાસ્તાનું વિતરણ કરી બાળકોમાં માનવસેવાના સંસ્કારો દ્રઢ બને તેવા પ્રયાસ કરાયા હતા.આ વિશિષ્ટ આયોજનને દાદા ભુપતભાઇ ડાભી તથા વિદ્યાલયના આચાર્ય લાલજીભાઈ કુનપરાએ બિરદાવી અભિનંદન આપ્યા હતા.