મોરબી : રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા પાકા કામના કેદી જગદીશ માધુભાઈ શ્રીમાળી ઉ.વ.37 રહે. મોડપર તા.મોરબીવાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજકોટ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલા સેફરોન ગેસ વેલ્ડીંગ કારખાનામાંથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી દીધેલ છે.