4500 લીટર દારૂ સાથે 7 શખ્સો પકડાયા હળવદ : મોરબી એલસીબીએ હળવદ તાલુકામાં દેશી દારૂના અડ્ડા ઉપર તવાઈ બોલાવી હતી. જેમાં કુલ 5 સ્થળોએ દરોડા પાડી રૂ. 15680ના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હળવદ તાલુકામાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા એલસીબી એક્શન મોડમાં આવી હતી. એલસીબીની ટીમે હળવદ તાલુકામાં દેશી દારૂના 5 જેટલા હાટડાઓ ઉપર રેઇડ કરી 7 શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે 4100 લીટર તથા 355 લીટર મળી કુલ 4555 લીટર દેશી દારૂ કબ્જે કરી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.