સ્વાધીનતાનાં અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાશે મોરબી : વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે માટે મોરબીની સરસ્વતી શિશુમંદિર દ્વારા સ્વાધીનતાનાં અમૃત મહોત્સવ અંતર્ગત 'હમ કરે રાષ્ટ્ર આરાધન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 15 ઓગષ્ટ 1947નાં રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વાધીન થયો હતો.હાલમાં સ્વતંત્રતાનું 75મું વર્ષ ચાલે છે. સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ સ્વરૂપમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે 'દેશ હમે દેતા હૈ સબકુછ,હમ ભી તો કુછ દેના શીખે' આ પંક્તિઓને અનુરૂપ કાર્યક્રમનું આગામી તા.26ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે કડવા પટેલ સમાજ વાડી,મારૂતી પરફેકટ શો રૂમની બાજુમાં શકત શનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે પૂર્વ કચ્છ અધ્યક્ષ વિદ્યાભારતી – ગુજરાત પ્રદેશ ડો.કેશુભાઇ મોરસાણીયા હાજર રહેશે.વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષક (એસ.પી.) મોરબી જિલ્લાના સુબોધ આર.ઓડેદરા,જિલ્લા શિક્ષણાધિકારી મોરબી જિલ્લાના બી.એમ.સોલંકી, મોરબી જિલ્લા ભા.જ.પ. પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,એન.એમ.ઓ. (મોરબી)ના મંત્રી ડો.દિપકભાઇ અઘારા ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના પ્રમુખ ડો.બાબુભાઇ અઘારા,સરસ્વતી શિશુમંદિર (શકત શનાળા – મોરબી) મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટીયા,સરસ્વતી શિશુમંદિર (શકત શનાળા – મોરબી)ના નિયામક સુનીલભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.