મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાનો પીછો કરી ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ઇશ્કબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાની પજવણી કરી જ્યારે જ્યારે મહિલા બહાર કામ માટે જાય ત્યારે ઇશ્કબાજ આરોપી દિલીપભાઇ ખીમજીભાઇ ચૌહાણ રહે. વિશીપરા રોહીદાસ પરા મોરબી વાળો હેરાન પરેશાન કરી પીછો કરતો હોવાનું અને ચારેક વર્ષથી આ સિલસિલો જાળવી રાખતા કંટાળેલ મહિલાએ અંતે આ ઇશ્કબાજ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં પોલીસ દ્વારા મહિલાની ફરિયાદને આધારે ઇશ્કબાજી કરનાર દિલીપભાઇ ખીમજીભાઇ ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૫૪(એ), ૩૫૪(ડી), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.