મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિન નિમિતે સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા મોરબી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9 વાગ્યા થી 2 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો.જેમા મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિતિ રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં વિદ્યાર્થી મિત્રો તેમજ અનેક નાગરિકોએ રક્તદાન કર્યું હતું.