700 જેટલા આજીવન સભ્યો હાજર રહ્યા : આજીવન સભ્યોને પ્રોત્સાહન રૂપે ભેટ અપાશે મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં સાતસો આજીવન સભાસદોને માર્ગદર્શન આપેલ હતું.આ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના અંતે સામાન્યસભામાં હાજર રહેલ આજીવન સભ્યોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભા ગત તા.22ના રોજ મળેલ હતી.જેમાં અધિક કલેકટર એન.કે. મુછાર, ગુજરાત રાજય પેન્શનર સમાજના પ્રમુખ જોષી, જિલ્લા તિજોરી અધિકારી પાઘડાળભાઈ,મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં પ્રમુખ ડાંગરભાઈ અને અધ્યક્ષ રામાવતભાઈ પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપેલ હતું. આ સાધારણ સભામાં સાતસો જેટલા આજીવન સભાસદોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે. આ તકે ભોરણીયાભાઈએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ હુંબલે કર્યું હતું.