એકની એક પુત્રીએ માતાને મુખાગ્નિ આપી પુત્ર તરીકે ફરજ અદા કરી મોરબી : આજના સમયમાં સમાજમાં દીકરો - દીકરી એક સમાન ભાવના કેળવાઈ છે અને અનેક દંપતીઓ એક જ દીકરી સંતાનથી પણ ખુશખુશાલ છે ત્યારે આજે મોરબીમાં એકની એક પુત્રી સંતાન ધરાવતા વયોવૃદ્ધ માતાનું અવસાન થતાં પુત્રીએ કાંધ અને મુખાગ્નિ આપી સવાઈ પુત્ર બની સમાજને નવો રાહ ચીંધ્યો હતો. મોરબીની ધર્મલાભ સોસાયટીમાં રહેતા માણેકબેન ખોડાભાઈ લિખિયાનું શનિવારે બીમારી સબબ અવસાન થયુ હતું. જો કે સંતાનમાં માત્ર એક જ પુત્રી ધરાવતા માણેકબેનના અવસાન બાદ તેમની નવાગામ ખાતે રહેતી પુત્રી મનીષાબેન અક્ષયભાઈ બરાસરાએ પુત્ર બની તેમને કાંધ આપી હતી અને તમામ અંતિમ વિધિ કરી દિકરો- દિકરી એક સમાન સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.