મોરબી : તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ નેશનલ એન્ટરન્સ એક્ઝામ IIT – JAM રીઝલ્ટમાં એલીટ B.Sc. કોલેજમાં અભ્યાસ કરતાં શેરશિયા જય રામજીભાઈએ મેથેમેટિકસ વિષયમાં ઓલ ઇન્ડિયા રેન્ક - 1329 પ્રાપ્ત કરીને એલીટ કોલેજ અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ એસ. ડી. કલોલા અને આચાર્ય મિતલ મેનપરાએ શેરશિયા જય અને પ્રાધ્યાપકોની મહેનતને બિરદાવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે.