હળવદ : હળવદ તાલુકામાં સાપકડા ગામે પાણીના અવેળા નજીક વીજ શોક લાગતા ગૌમાતાનું મૃત્યુ નિપજતા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા સુરેશભાઇ ચમનભાઇ રાઠોડની પાલતુ ગૌમાતાનું પાણી પીવાના અવાડાથી થોડે દુર જી.ઇ.બી.ના ટીસી પાસે વીજ શોક લાગવાથી મૃત્યુ નિપજતા આ બાબતે પોલીસે જાણવા જોગ નોંધ કરી છે અને આ બાબતની તપાસ UHC એમ.એમ.સદાદીયા દ્વારા શરૂ કરવામાં આવી છે.