મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ શહિદ દિન નિમિતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.તેમજ વિરાંજલી આપવામાં આવી હતી. આજરોજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રી રિષીપભાઈ અને ભાવેશભાઈના માર્ગદર્શન અનુસાર મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી.આઝાદી વખતના કિસ્સા-પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા.