જોગમાયા સેવા ગ્રુપ તથા બક્ષી શેરી મિત્ર મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં જોગમાયા સેવા ગ્રૂપ તથા બક્ષીશેરી મીત્ર મંડળ દ્વારા કબૂતર માટેના ચણ અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા આજે પણ વિતરણ કરવામાં આવશે. ગત તા.22ને મંગળવારના રોજ જય જોગમાયા સેવા ગ્રૂપ મોરબી તથા બક્ષીશેરી મીત્ર મંડળ મોરબી દ્વારા કબૂતરને ચણ તથા પાણીના કુંડાનું વીતરણ કરવામાં આવ્યું હતું.તથા આજરોજ તા.23/3ને બૂધવારના રોજ સાંજે 5:30 કલાકે પણ વિતરણ કરવામાં આવશે.તો દરેક રાષ્ટ્રીય પ્રેમી જનતાને આ સેવા યજ્ઞમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.