ચોટીલા પંથકમાંથી મોરબી તરફ અવિરત વહેતો દેશી દારૂનો પ્રવાહ વાંકાનેર : ચોટીલા પંથકમાંથી મોટા પ્રમાણમાં મોરબી તરફ દેશી દારૂ ઠલવાઇ રહ્યો છે ત્યારે ગઈકાલે દેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાઇ ગયા બાદ વાંકાનેર પોલીસે ગારીડા નજીકથી 100 લીટર દેશી દારૂ સાથે બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર પોલીસે બાતમીને આધારે ગારીડા નજીકથી કમલેશભાઇ ધીરૂભાઇ ઉઘરેજીયા, રહે.ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને રૂપિયા 2000ની કિંમતના 100 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ બાઈક સહિત 37 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં બાઈક ચાલકની પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો ભરતભાઇ ધાંધલ રહે ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાએ મોહનભાઇ ઉર્ફે મોનીને આપવા મોકલ્યો હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.olice