200થી વધુ ભાઈઓ-બહેનોએ કેમ્પનો લાભ લીધો મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી અને રોટરી ક્લબ ઓફ હળવદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું આયોજન કરવાં આવ્યું હતું.જેમાં મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેરાશ વાળા 200 થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિનો પણ સહયોગ રહ્યો હતો. રોટરી ક્લબ ઓફ મોરબી અને રોટરી ક્લબ ઓફ હળવદના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (અમદાવાદ)ના સૌજન્યથી ગત તા.20ના રોજ નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ગોઠવવામાં આવેલ હતો.જેમાં મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેરાશ વાળા 200 થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.આ કેમ્પમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓ દ્વારા મશીનમાં ધ્વની સેટ કરીને દર્દીઓને પહેરાવવામાં આવ્યા હતા. ઓડિયોલોજીસ્ટ ડો.મંજય યાદવ,ડો.બ્રિજેશ પી.યાદવ,ડો.હિમાંશુ બી.યાદવએ સેવા આપેલ.આ તકે હળવદ રોટરી ક્લબમાંથી રાજેન્દ્રસિંહ રાણા, ગોપાલભાઈ ઠક્કર,નરભેરામભાઈ મેરજા તથા ગજેન્દ્રભાઈ મોરડિયા ઉપસ્થિત રહેલ.આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ મોરબીના અશોકભાઈ મહેતા,હરીશભાઇ શેઠ,સિદ્ધાર્થભાઈ જોશી,રવિનભાઈ આશર,રસેશભાઈ મહેતા,ડો.પરાગભાઈ પારેખ,અમિતભાઈ પટેલ,મનુભાઈ પટેલ,કિશોરસિંહ જાડેજા,રાજવીરસિંહ સરવૈયા,સંજયભાઈ છનિયારા,ભરતભાઇ કાનાબાર,સંજયભાઈ ગોસ્વામી,નિસર્ગ પટેલ,પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ,સેક્રેટરી રસીદાબેન લાકડાવાલા કૈલાસબેન મહેતા,પૂજાબેન મહેતા તથા યુવા આર્મી ગ્રુપના લતાબેન પનારા,ચાંદનીબેન મણિયાર તથા ઈન્ટરેક્ટ ક્લબ ઓફ મોરબીના સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.