મોરબી : મોરબીના રફાળીયા લીલાપર રોડ ઉપર આઇસર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફળીયા ગામથી લીલાપર તરફ જતા રોડ ઉપર રાજુ આમલેટની સામે બાઈક લઈને જઈ રહેલા દિવ્યેશ લક્ષમણભાઈ સોલંકી નામના યુવાનને આયશર ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર GJ-36-V-4731ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં દિવ્યેશનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ તુલસીભાઇ લક્ષ્મણભાઇ સોલંકી, રહે. રફાળીયા ગામ આંબેડકર નગર વાળાએ આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.