લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા માત્ર દોઢ કલાકમાં જ 500 માલા અને 100 કુંડાનું વિતરણ મોરબીના છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રયાસોથી લુપ્ત થતી ચકલીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘરે ઘરે ચકલીઓનો કલરવ ગુંજે તે માટે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા 500 ચકલીઓના માળાઓ અને 100 કુંડાનું માત્ર દોઢ કલાકમાં ફ્રિ વિતરણ કરાયું મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા આજે શનાળા રોડ, રામ ચોકમાં મોરબી અપડેટની ઓફીસ નીચે આયોજિત કુંડા અને ચકલીના માળા વિતરણમાં લોકોએ પણ પોતાના ઘરે ચકલીઓ કલરવ કરે એના મારે સવારથી કુંડા અને માળા લેવા માટે લાઈનો લગાવી હતી. અને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા માત્ર દોઢ કલાકમાં જ 500 ચકલીઓના માળા અને 100 પાણીના કુંડાઓનું માત્ર દોઢ કલાકમાં વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મયુર નેચર ક્લબના એમ.જે. મારુતિસાહેબ,જીતુભાઇ ઠક્કર, એલ.ઇ. કોલેજના પ્રો. રાઠોડ, મોરબી અપડેટના મયુર બાપા, ઋત્વિક નિમાવત સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.