જરૂરિયાતમંદોને શાક-ખિચડીના પ્રસાદનું વિતરણ કર્યું મોરબી : હોળી - ધુળેટીનો પર્વ પર લોકો દાન કરતા હોય છે.ગરીબ વર્ગના બાળકોને ભોજન કરાવતા હોય છે.જેવા પુણ્યના કામ કરી પર્વની ઉજવણી કરતા હોય છે.તેથી મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હોળી - ધુળેટીનો પર્વ ઉજવ્યો હતો.ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને શાક ખિચડીના પ્રસાદનું વિતરણ કર્યું હતું. મોરબી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ અલ્પા કક્કડે મોરબીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ધુળેટીનો પર્વ ઉજવ્યો હતો.લોકો સાથે રંગે રમી રંગોત્સવ ખેલ્યો હતો.તથા લોકોને શાક ખિચડીના પ્રસાદનું વિતરણ કર્યું હતું.આમ, તેઓએ સમાજ ઉપયોગી કાર્ય કરી લોકોને પ્રેરણાત્મક રસ્તો ચીંધ્યો હતો.