મોરબી : ચકલીઓનું અસ્તિત્વ ઘટવા માંડ્યું હોવાથી ચકલી બચાવો ઝુંબેશ હેઠળ આવતીકાલે ચકલી દિવસ હોવાથી મોરબીના લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબીમાં વિશ્વ ચકલી દિન નિમિતે મોરબીમાં ચકલી બચાવો ઝુંબેશ હેઠળ આવતીકાલ તા.20ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી લક્કી ગ્રુપ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં હાઉસિંગ સર્કલ પાસે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.આ વિતરણ માટે ગ્રુપના મોહિત ઘોડાસરા,જયપાલ જાદવ,ગજેન્દ્ર રાઠોડ,પાર્થ વડસોલા અને વિમલ કમાડીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..