પર્યાવરણ પ્રેમી મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા આયોજન મોરબીના છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રયાસોથી લુપ્ત થતી ચકલીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘરે ઘરે ચકલીઓનો કલરવ ગુંજે તે માટે 20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા ચકલીઓના માળાઓ અને કુંડાનું ફ્રિ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળા અને પાણીના કુંડાઓનું વિતરણ તા. 20 માર્ચને રવિવારે સવારે 9.30 કલાકે સંદેશ ઓફીસ નીચે, કે.કે.સ્ટીલ સામે, રામ ચોક, શનાળા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદિત સંખ્યામાં માળા અને કુંડા હોય વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે.