રાજકોટના માજી સાંસદ રમાબેન માવાણીના હસ્તે સન્માન કરાયા મોરબી : તાજેતરમાં મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ નો સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી નિમિતે મોરબીના વિવિધ ક્ષેત્રે બરજ બજાવતા કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી પાલિકામાં લાંબા સમયથી જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા 5 કર્મચારીઓ જેમાં હેડ કલાર્ક કનૈયાલાલ કાલરીયા, મહાવીરસિંહ જાડેજા,અશોકભાઈ જોશી, આનંદભાઈ દવે, અને અંજારીયાભાઈનું રાજકોટના માજી સાંસદ રમાબેન માવાણી દ્વારા સાલ અને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા