કોલેજનું 84.07% જેટલું ઝળહળતું રીઝલ્ટ મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ.સેમેસ્ટર - 3નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ.પટેલ મહિલા કોલેજના વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખ્યો હતો.કોલેજનું 84.07% ઝળહળતું રીઝલ્ટ આવતા કોલેજ સ્ટાફ તથા ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 3 (ન્યુ કોર્ષ - 2019)નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ.પટેલ મહિલા કોલેજનું 84.07% જેટલું ઝળહળતું રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું હતું. કોલેજમાં પ્રથમ નંબરે હીરાણી રચના વિમલભાઈ જેને 700 માંથી 570 ગુણ મેળવ્યા,બીજા નંબરે ત્રણ વિદ્યાર્થીઓ જેમાં ચુડાસમા ભાગ્યશ્રીબા મહેદ્રસિંહભાઈ,ભટ્ટ ચાર્મી અનિલભાઈ અને વાંક ધારા જયેશભાઇ જેને 700 માંથી 560 ગુણ મેળવ્યા,ત્રીજા નંબરે ચાવડા નિકિતા હસમુખભાઈ જેને 700 માંથી 556 ગુણ મેળવ્યા,ચોથા નંબરે બે વિદ્યાર્થીનીઓ જેમાં કાલરીયા કવિતા રમેશભાઈ અને દલસાણીયા રક્ષા રાજનીકાંતભાઈ જેને 700 માંથી 552 ગુણ મેળવ્યા,પાંચમા નંબરે બે વિદ્યાર્થીનીઓ જેમાં પટેલ નિરાલીબેન બળદેવભાઈ અને રાઠોડ વિધિ વાસુદેવભાઇ જેને 700 માંથી 551 ગુણ મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીનીઓએ સારા માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.કુલ 270 વિદ્યાર્થીનીઓમાંથી 203 વિદ્યાર્થીનીઓ એટલે કે 75% વિદ્યાર્થીનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ માર્કસ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો હતો. સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી,ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા,કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી,કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી આગળ વધી સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.