મોરબી : મોરબીમાં ટીમ અભયમ દ્વારા ખેતમજૂરી કામ અર્થે મોરબી આવેલ અને બાદમાં ભૂલી પડી ગયેલ પરપ્રાંતિય મહિલા મળી આવ્યા બાદ કાઉન્સિલિંગ કરી તેમના પરિવાર સાથે મીલન કરાવવામાં આવ્યું હતું. મોરબી શહેરના શનાળા બાયપાસ પાસેથી એક મહીલા ભુલી પડી ગયેલ હતા. તે મહીલા ૧૮૧ મહીલા અભયમને મળી આવી હતી. આ મળી આવેલ મહિલાને ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા સખી-વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવી હતી. જ્યા સખી- વન સ્ટૉપ સેન્ટર – મોરબીના સ્ટાફ દ્વારા આ મહિલાને આશ્રય આપી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. સખી-વન સ્ટોપ સેન્ટર જ્યારે આ મહિલાને લાવવામાં આવેલ ત્યારે મહિલા કંઇ પણ બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી. જોકે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે ગામનું નામ અને ખેતરમાં કામ કરતાં હોવાનો ઉલ્લેખ કરેલ. પોતે ઘરનુ રાશન લેવા માટે બજારમાં નીકળેલ ત્યાંથી ભુલી પડી ગયેલ હોવાની વિગતો ધ્યાને આવી હતી. બાદમાં સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ તે મહિલાના પતિનો સંપર્ક કરવા માટે થોરાળા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. થોરાળા ગામના સરપંચ દ્વારા મહિલાના પતિનો સંપર્ક થતાં મહિલાના પતિને સખી- વન સ્ટોપ સેન્ટર પર બોલાવી ખરાઈ કરીને મહિલાનો કબ્જો તેમના પતિને સોંપવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..