કોરોનાકાળના બે વર્ષ બાદ હોળીનો તહેવાર છાત્રોએ રંગેચંગે મનાવ્યો મોરબી : મોરબીની માધાપરવાડી શાળામાં કોરોના કાળના બે વર્ષ બાદ વિદ્યાર્થીનીઓએ હર્ષોલ્લાસથી હોળીનો તહેવાર ઉજવ્યો હતો.શાળામાં હોળી નિમિત્તે બધી જ બાળાઓ અને શિક્ષકોએ સાથે રંગોત્સવ ઉજવ્યો હતો. મોરબીની માધાપરવાડી શાળામાં દરેક તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.નવરાત્રી હોય જન્માષ્ટમી હોય,રાષ્ટ્રીય તહેવારો હોય કે પછી હોળી અને ધુળેટી જેવા રંગોનો તહેવાર હોય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને ઉજવે છે.જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ રચાય,શાળામાં ભાવાવરણના લીધે વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે છે,રોકાવું ગમે છે અને ભણવું ગમે છે.એક સમયે આ શાળામાં 250 વિદ્યાર્થીનીઓની સંખ્યા હતી.આજે એમાં 150ના વધારા સાથે 400 વિદ્યાર્થીનીઓની સંખ્યા થઈ ગઈ છે.શાળામાં હોળી નિમિત્તે બધી જ બાળાઓને શિક્ષકો તરફથી રંગો લઈ આપ્યા અને સૌએ સાથે મળી એકમેકને રંગ લગાવી હર્ષોલ્લાસ સાથે હોળીના તહેવારની ઉજવણી કરી આનંદ માણ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..