સ્લમ વિસ્તારના બાળકોને પ્રોટીન યુક્ત મિલ્ક પાવડરનું વિતરણ કર્યું મોરબી : ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ હોવાથી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ સ્લમ વિસ્તારના બાળકોને પ્રોટીનયુક્ત મિલ્ક પાવડરનું વિતરણ કરી ભાજપ પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ ઉજવ્યો હતો. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબીના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને પ્રોટીનયુક્ત મિલ્ક પાવડરના ડબ્બાનું વિતરણ કરી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા,બક્ષીપંચના પ્રમુખ અમૃતભાઈ,મહામંત્રી બિપીનભાઈ પ્રજાપતિ,જિલ્લા ઉપપ્રમુખ હરિભાઈ રાતડીયા,ઉપપ્રમુખ ભારત ટુંડીયા,જીગ્નેશ નગવાડીયા,ટંકારા બક્ષિપંચ પ્રમુખ ભુપતભાઇ,મંત્રી સાહબભાઇ અંદોદરીયા,કોષાધ્યક્ષ જીતુભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.ટંકારા દ્વારા 200 જેટલા પ્રોટીનયુક્ત મિલ્ક પાઉડર આપીને સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..