હોળી દહન સાથે કુરીવાજોનું દહન થાય તેવી પ્રાર્થના મોરબી : રામેશ્વર મિત્ર મંડળ દ્વારા વૉર્ડ નં.4 સો ઓરડી વિસ્તારમાં હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે જ સમાજના કુરિવાજોનું પણ દહન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. આજ રોજ વૉર્ડ નં.4 સો ઓરડી વિસ્તારમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હોળી દહન સાથે દહેજપ્રથા, આભડછેટ, સ્ત્રી, ભૃણહત્યા, આંતકવાદ, વ્યસન નાબૂદી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે હોળીની સાથે કુરીવાજો જેવા દુષણો દુર કરવા અને તમામ હોળીની સાથે બળી જાય તેવી પ્રાથૅના કરવામાં આવી હતી.