બે દિવસમાં મોરબી પોલીસ દ્વારા જિલ્લામાં 38 કેસમાં 48 આરોપી વિરુદ્ધ કાર્યવાહી મોરબી : હોળી-ધુળેટીના તહેવારની શાંતીથી ઉજવણી થાય તે માટે મોરબી જીલ્લામાં દેશી વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓ ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે જેમાં ગઈકાલે ડઝન એક જેટલી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પડવાની સાથે બે દિવસમાં અલગ અલગ કુલ-૩૮ કેશો શોધી કાઢી પોલીસે કુલ ૪,૭૫,૦૧૫ ના મુદામાલ સાથે કુલ-૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમા હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર હોય જે નિમીતે ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શકયતા જોતા તહેવારો શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી રાજયમાં દારૂ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા તમામ શહેર - જીલ્લા ખાતે સ્પેશ્યલ પ્રોહીબીશન-જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હતું જેમાં પોલીસ મહાનિરીક્ષક સંદિપસીંગ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની બદી સદંતર નાબૂદ કરવા સુચના આપતા મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે દિવસોમાં દેશી-વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ-૩૮ કેસ શોધી કુલ રૂ.૪,૭૫,૦૧૫ના મુદામાલ સાથે કુલ-૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બે દિવસ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠીના કુલ-૧૨ કેસ કરવામાં આવેલ છે. તેમજ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ ઉમેર્યું હતું કે, બે દિવસમાં દેશી દારૂ કુલ લીટર-૮૨૦ કી.રૂ. ૧૬,૪૦૦, દેશી દારૂ બનાવવાનો ગરમ ઠંડો આથો કુલ લીટર-૫,૧૯૫ કી.રૂ. ૧૦,૩૯૦, વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૬૪ કી.રૂ.૯૯,૧૪૫ તથા વાહનો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૪,૭૫,૦૧૫નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. વધુમાં દેશી-વિદેશી દારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૨૬ આરોપીઓ પકડવામાં આવેલ છે.જ્યારે દેશી-વિદેશી દારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૨૨ આરોપીઓ પકડવાના બાકી હોવાનું સતાવાર રીતે જિલ્લા પોલીસવડા દ્વારા જાહેર કરાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..