યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી સ્કાય મલ્ટીપ્લેક્સમાં વિશેષ શોનું આયોજન મોરબી : હાલના સમયમાં “The Kashmir Files” ફિલ્મ ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મ સત્યઘટના પર બનેલી હોવાથી લોકો આ ફિલ્મ જોઈ ભાવુક બની જાય છે.તેથી મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ અને આચાર્યના માર્ગદર્શન હેઠળ કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની સત્ય હકીકતોથી વાકેફ થાય એ માટે સ્કાય મલ્ટીપ્લેક્સમાં “The Kashmir Files” ફિલ્મ જોવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં યંગ ઇન્ડિયા ગૃપના મેન્ટોરે પણ સહકાર આપ્યો હતો. શિક્ષણની સાથે વિધાર્થીઓના જીવન ઘડતરની બાબતમાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફ તેમજ વિધાર્થીઓ માટે તાજેતરમાં ખુબ જ પ્રખ્યાત બનેલી અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની સત્યઘટના પર બનેલી ફિલ્મ “The Kashmir Files” નિહાળવાનું વિશેષ આયોજન સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવી પહેલ કરનાર મોરબીની આ પ્રથમ કોલેજ છે.આ આયોજનમાં યંગ ઇન્ડિયા ગૃપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો પુર્ણ સહકાર મળ્યો હતો.આ આયોજનમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.અને આ તકે કોલેજના પ્રાધ્યાપકો સાથે કોલેજના સૌથી સિનિયર પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા પણ જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..