માળીયા : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદ નગરમાં રહેતા જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.48 નામના દારૂના ધંધાર્થી વિરુદ્ધ માળીયા પોલીસે પાસા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવી અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરી પીએસઆઇ બી.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.