મોરબી : વાંકાનેરની બાળ કલાકાર એવી યુ ટ્યુબર ધ્યાની જાનીની પહેલી ગુજરાતી ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળતા મોરબી અને વાંકાનેરનું ગૌરવ વધ્યું છે. ગુજરાતી ફિલ્મ ગાંધી એડ કંપનીને બેંગલોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સેકંડ બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો છે. 55 દેશની 200 ફિલ્મમાંથી આ એવોર્ડ માટે ગાંધી અને કંપનીનું સિલેક્શન થયું છે. આ ફિલ્મમાં વાંકાનેરની બાળ કલાકાર અને ફેમસ યુ ટ્યુબર સ્ટાર ધ્યાની જાનીએ એક્ટિંગ કરેલી છે, સાથે સહ કલાકારોમાં બોલીવુડના સિનિયર કલાકાર દર્શન જરીવાલા, હેલ્લારો ફેમ જયેશ મોરે અને શરદ વ્યાસ, રેયાન શાહ, હિરણ્ય zinzuvadiya વગેરે છે. ધ્યાની જાનીની આ ફિલ્મને એવોર્ડ મળતા મોરબી જિલ્લા અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે ધ્યાનીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી ઓફરો મળી રહી છે. અને ટૂંક સમયમાં ધ્યાનીની વેબ સિરીઝ અને બીજી ફિલ્મો રિલીઝ થવાની છે. http://Instagram.com/theyanitube http://Youtube.com/theyanitube http://Facebook.com/Theyanitube