મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે એકેય દર્દી પણ રિકવર થયા નથી. જેને પગલે 7 એક્ટિવ કેસ યથાવત રહ્યા છે. મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શનિવારે વધુ કેસ નોંધાયો હતો. રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે એક કેસ નોંધાયો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 557 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે હવે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 7 યથાવત રહ્યા છે.