આમ આદમી પાર્ટીના કાર્યકરે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી મોરબી : મોરબી શહેરમાં આવેલ વોર્ડ નંબર 11ના વિસ્તારમાં પાયાની સુવિધા કહી શકાય તેવી પીવાના પાણીની અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા આપવા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે વોર્ડ નંબર 11માં રહેતા જીવણભાઈ કાનજીભાઈ ઝીલરીયાએ પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે એપોલો હોલથી મોઢેશ્વર મહાદેવ મોર ભગત-ઘૂડની વાડી અને આજુબાજુના વિસ્તાર આવે છે અહીંથી પાણીની લાઈન પસાર થાય છે તેમા મોરભગત ,ધુડની શંકર મંદિર પાસે ઘોડી મારેલી હોય જેથી આગળ પાણી આવતું નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની સુવિધા ન હોય અંધારા ઉલેચવા પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે.